Sunday, July 7, 2024
31 C
Surat
31 C
Surat
Sunday, July 7, 2024

સુરત : રજાના ત્રણ દિવસોમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી વિભાગની ૨૧ કરોડની વિક્રમી આવક ..

Must read

ગુજરાત રાજ્ય નોંધણી સર નિરીક્ષક જેનુ દેવેન (આઇ.એ.એસ.) ના જણાવ્યા મુજબ તા.૧૧-૩-૨૦૨૩ બીજા શનિવારે, ૨૫-૩-૨૦૨૩ ચોથો શનિવાર, ૨૯-૩-૨૦૨૪ ગુડ ફ્રાઇડે રજાના દિવસે ઓફિસો ચાલુ રાખવામાં આવતા કરોડોની આવક નોંધાઇ .

નોંધણી અધિનિયમ ૧૯૦૮, ગુજરાત રજીસ્ટ્રેશન નિયમો ૧૯૭૦ અને ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની જાેગવાઇઓને આધિન દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી રજાઓના દિવસોમાં પણ દસ્તાવેજની નોંધણીની કામગીરી ચાલુ રાખવા ગુજરાત રાજ્ય નોંધણી સર નિરીક્ષક જેનુ દેવેન (આઇ.એ.એસ.) દ્વારા જણાવવામાં આવતાં  ગત તા.૩૧મી માર્ચે પૂરા થયેલા ૨૦૨૩-૨૦૨૪ના નાણાકીય વર્ષમાં સુરત શહેર તેમજ જિલ્લામાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં (૧) તા.૧૧-૩-૨૦૨૩ બીજા શનિવારે, (૨) ૨૫-૩-૨૦૨૩ ચોથો શનિવાર, (૩) ૨૯-૩-૨૦૨૪ ગુડ ફ્રાઇડેના દિવસે સબ રજીસ્ટ્રાર કચેરીમાં કુલ ૩૨૨૬ જેટલા દસ્તાવેજાેની નોંધણી થવા પામી છે.

વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસીત શહેરોની યાદીમાં મોખરે રહેલા સુરત શહેરમાં રિયલ એસ્સેટ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષમાં રજાના ત્રણદિવસોમાં  શકનવુંતુ રહ્યું છે. સુરત સ્ટેમ્પ ડ્યુટી વિભાગની આવક પર નજર રાખીએ તો વિતેલા નાણાકીય વર્ષના રજાના ત્રણ દિવસોમાં તા.૧૧-૩-૨૦૨૩ના દિવસે ૬૨૫ જેટલા દસ્તાવેજાેની નોંધણી સામે રૂા.૬૩,૬૦,૧૩૦ રજીસ્ટ્રેશન ફી તેમજ રૂા. ૩,૫૯,૦૭,૩૦૪ની સ્ટેમ્પ ડ્યુટીની આવક થવા પામી છે. તા.૨૫-૩-૨૦૨૩ના રોજ ૧૫૨૪ જેટલા દસ્તાવેજાેની નોંધણી સામે રૂા.૧,૯૪,૪૭,૮૬૫ રજીસ્ટ્રેશન ફીની સામે રૂા.૧૧,૬૩,૬૧,૪૪૬ની સ્ટેમ્પ ડ્યુટીની આવક થવા પામી છે. તા.૨૯-૩-૨૦૨૪ના રોજ ૧૦૭૭ જેટલા દસ્તાવેજાેની નોંધણી સામે રૂા. ૧,૧૯,૬૫,૮૮૦  રજીસ્ટ્રેશની સામે રૂા.૬,૬૮,૧૫,૪૨૫ જેટલી સ્ટેમ્પ ડ્યુટીની આવક થતા કુલ ૨૧,૯૦,૫૪,૧૭૫ જેટલી માતબર રકમની આવક ત્રણ દિવસમાં થવા પામી છે.

હિસાબી વર્ષ ૨૦૨૩-૨૦૨૪નું ચિત્ર તૈયાર થયું છે, તેની ઉપર નજર કરીએ તો રજાના ત્રણ દિવસોમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ ૩૨૨૬ સોદા રિયલ એસટેટ ક્ષેત્રમાં થયા હતા. આ સોદાની સરકારી ચોપડે કાયદેસર રીતે દસ્તાવેજ નોંધણી કરાવવામાં આવી છે, જમીન, મિલ્કત, ઓફિસ, દુકાન ફલેટ વગેરે પ્રકારની પ્રોપર્ટીના ખરીદ વેચાણના સોદામાં રજીસ્ટ્રેશન ફી પેટે મિલ્કત ખરીદનારાઓને કુલ રૂપિયા ૩ કરોડ ૭૭ લાખ ૭૩ હજાર રૂપિયા સરકારની તિજાેરીમાં રજીસ્ટ્રેશન ફી પેટે જમા કરાવ્યા છે. જ્યારે સેટમ્પ ડ્યુટી પેટે ફક્ત ત્રણ દિવસમાં જ રૂપિયા ર૧ કરોડ ૯૦ લાખ પ૫ હજાર ઉપરાંતની માતબર રકમ સરકારની તિજાેરીમાં જમા થઇ ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article