સુરત મહાનગરપાલિકામાં દીવા તળે અંધારું, લોકોને મકાન રિપેર કરવા નોટિસ અને જહાંગીરપુરા આવાસની આંગણવાડીની દયનીય હાલત


સુરત સમાચાર: સુરત પાલિકાના રાંદેર ઝોનના જહાંગીરપુરા ખાતે આવેલી આંગણવાડીની હાલત દયનીય હોવાની ફરિયાદ બહાર આવી છે. જહાંગીરપુરા આવાસમાં આંગણામાંથી પાણી ટપકતું હોય છે અને પંખો પણ બંધ હોય છે. જ્યાં ગરીબ બાળકો અને સગર્ભા સ્ત્રીઓ-દાયણો આવતાં વાયરિંગ બળી જતાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. નગરપાલિકા તાત્કાલીક કાર્યવાહી નહીં કરે તો લોકોના જીવ પર જોખમ ઉભું થયું છે.

લોકોની મિલકતમાં ખામી હોય તો સુરત મનપાની કેટલીક મિલકતો જર્જરિત થવા ઉપરાંત અકસ્માતો પણ સર્જી રહી છે. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના જહાંગીરપુરા ખાતે સાઈ વિલાની સામે પાલિકાની આંગણવાડી આવેલી છે. તેની છતમાંથી પાણી ટપકતું હોય છે. આ ઉપરાંત સ્લેબમાંથી ઇલેક્ટ્રિક વાયરિંગ બળી ગયું છે. આંગણવાડીમાં પંખા પણ કામ કરતા નથી. આ જગ્યાએ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી બહેનો કેવી રીતે આંગણવાડીમાં આવીને બેસે છે. આવા સંજોગોમાં અકસ્માતનો ભય રહે છે. આથી તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version