સુરત સુમન સ્કૂલ : સુરત મહાનગરપાલિકાની સરકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ખાનગી શાળાઓની જેમ સુવિધા અને શિક્ષણ આપવામાં આવે છે ત્યારે હવે સુરત મહાનગરપાલિકાની સરકારી માધ્યમિક શાળાઓ પણ ખાનગી શાળાઓ સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલમાં AI, કોડિંગ, રોબોટિક્સ ટેક્નોલોજી શીખવવા માટે સાડા ત્રણ કરોડનું બજેટ આપવામાં આવ્યું છે. પાલિકાની 12 સુમન શાળાઓમાં ટ્રેનર્સ દ્વારા AI, કોડિંગ, રોબોટિક્સ ટેક્નોલોજી શીખવવામાં આવશે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે અને ગુરુવારે નિર્ણય લેવામાં આવશે.
હાલમાં શિક્ષણ જગતમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ખાનગી શાળાઓમાં ટેકનોલોજીને લગતી માહિતી સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.