4
સુરત કોર્પોરેશન : સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે સુરત મહાનગર પાલિકાના રિવરફ્રન્ટની બહારનો રોડ બિસ્માર બજાર બની ગયો છે. જ્યારે બ્રિજથી અડાજણ પાટિયા તરફ જતા રોડની ફૂટપાથ પર લારીઓનો કબજો છે. સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આ રોડ હાલ ખાડા બજાર જેવો બની ગયો છે. આ ઉપરાંત અહીં થઈ રહેલી ગંદકીના કારણે સુરતની સુંદરતા પર પણ ગ્રહણ લાગી રહ્યું છે. ફૂટપાથ પર લારીઓએ કબજો જમાવ્યો હોવાથી લોકોને રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે.