સુરત ડિમોલિશન : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ઝોન દ્વારા પાલિકાના અનામત પ્લોટ ઉપરાંત દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના શેલ્ટર હોમના રિઝર્વેશન પ્લોટ પર સ્થાનિકો દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું, જેને હટાવવાની કાર્યવાહી દરમિયાન સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, પરંતુ લોકોના વિરોધ વચ્ચે પાલિકાએ પોલીસની હાજરી સાથે ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી હતી. આ ઉપરાંત અન્ય રહેણાંક વિસ્તારમાં બનાવેલ ઢોરના શેડને પણ દૂર કરવામાં આવ્યો હતો.
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલ રિઝર્વેશન પ્લોટમાં ધાર્મિક બાંધકામ સહિતની દબાણ હટાવ કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી.