Home Top News સુરત : પોલીસ કમિશનર દ્વારા ગુમ થનાર નગીના મન્સૂરીની જાણકારી આપનારને રૂ.૨0,000/-...

સુરત : પોલીસ કમિશનર દ્વારા ગુમ થનાર નગીના મન્સૂરીની જાણકારી આપનારને રૂ.૨0,000/- નું રોકડ ઈનામ અપાશે .

0

ત્રણ વર્ષથી ગુમ થયેલી લિંબાયતની ૧૪ વર્ષીય નગીના મસૂરીની ભાળ મળે તો જાણ કરશો ..

અલી મુનીર અહેમદ મન્સૂરી (રહે: પ્લોટ નં.૪૧૫, મેઈન રોડ, બેઠી કોલોની, મીઠી ખાડી, લિંબાયત, સુરત, મુળ વતન:-ગામ: બહેરામપુર, થાના:-ચૌબેપુર, જી.વારાણસી, ઉત્તરપ્રદેશ) ની ૧૪ વર્ષ ૦૮ માસની પુત્રી લિંબાયતથી ગત તા.૩૦/૦૩/૨૦૨૧ ના રોજ કોઈને કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા. જેથી તેની માતા નઝમાબહેન મન્સુરીએ દીકરીના અપહરણની પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં આજ દિન સુધી ગુમ થનાર મળી ન આવતા ફરિયાદીએ હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હોઈ. ગુમ થનાર નગીનાની પોલીસને સચોટ માહિતી આપનાર તથા શોધી કાઢનાર વ્યક્તિને સુરત પોલીસ કમિશનરશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષ માટેના ગુપ્ત સેવા અનુદાન ફંડ’માંથી રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર) રોકડ ઈનામ અપાશે. ગુમ થનાર શરીરે પાતળા બાંધાની, રંગે ઘઉં વર્ણ, ઉંચાઈ આશરે ૫.૦ ફુટ છે. તેણે શરીરે નારંગી કલરની સલવાર તથા મહેંદી કલરનો લહેંગો તેમજ મહેંદી કલરનો દુપટ્ટો પહેરેલ છે. આ કિશોરી વિષે જાણ કરવા માટે (૧) હે.કો. ધર્મેન્દ્ર કિશન મો.નં.૯૮૭૯૫૨૭૧૧૧ (૨) કાઈમ બ્રાચ. સુરત શહેર ફોન નં.૦૨૬૧-૪૩૬૦૨૪ (૩) સુરત શહેર પોલીસ કટ્રોલ રૂમ ટે.નં.-૦૨૬૧-૨૨૪૧૩૦૧ નો સંપર્ક કરવા મિસીંગ સેલ, ક્રાઈમ બ્રાંચ સુરતની યાદીમા જણાવાયું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version