દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી દેશમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં સુરત નજીક કીમ સ્ટેશન પાસે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે. ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. નોંધનીય છે કે ગયા મહિને પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાંથી આવી જ ઘટના સામે આવી હતી.