સુરત નજીક માર્ગ અકસ્માત: રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી લક્ઝરી બસને આજે વહેલી સવારે સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. લકઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતાં મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતને પગલે સમગ્ર માર્ગ મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બસના પતરા ફાડીને 40 જેટલા મુસાફરોને કોઈ નુકસાન વિના બહાર કાઢ્યા હતા. જો કે આ અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક તબક્કે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરે ઉતાર પર જતા સમયે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ખાડામાં ખાબકી હતી.