સુરતમાં ક્રેન અકસ્માત : સુરતના માંગરોલ તાલુકાના મોલવણમાં મશીનરી લોડ કરતી વખતે એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડી હતી અને નાની ક્રેન વાંકી પડી હતી. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોલ તાલુકાના મોલવણમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે.