સુરતીઓને બચાવો! તંત્રના પાપે ત્રણ બાઇકસવારો ખાડામાં પડી ગયા, કોર્પોરેશન શું જીવ લઈને મરી જશે!

Date:

સુરતીઓને બચાવો! તંત્રના પાપે ત્રણ બાઇકસવારો ખાડામાં પડી ગયા, કોર્પોરેશન શું જીવ લઈને મરી જશે!

સુરત કોર્પોરેશન : સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે બુધવારે વહેલી સવારે પાલ વિસ્તારમાં તૂટેલી પાણીની લાઇનના ખાડામાં વાહન ચાલકો અટવાયા હતા. વહેલી સવારે પાણીની લાઇન તૂટી જવાથી પાણી ભરાઇ ગયું હતું અને મુખ્ય માર્ગ પર ચાલતા વાહનચાલકો ખાડાઓમાં પડી ગયા હતા અને માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો. બપોર સુધી નગરપાલિકા તંત્ર ખસે નહીં અને અકસ્માત નિવારવા લાલ કપડું બાંધી દીધું હતું.

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં વોક-વે નજીકથી પસાર થતા રોડ પર બુધવારે વહેલી સવારે પાણીની લાઇન તૂટી ગઈ હતી. રાંદેર ઝોનના પાલ કેનાલ રોડ સીએનજી પંપ નજીકથી પસાર થતો રસ્તો વાહનચાલકો માટે જોખમી બની રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related