2
સુરત BRTS બસ: સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસ સેવા સતત વિવાદોમાં રહે છે. સુરતમાં BRTS બસના ડ્રાઈવરની બેદરકારીના કારણે આજે પાલિકાના નામે વધુ એક ગંભીર વિવાદ સર્જાયો છે. એક બસમાં એક મુસાફરનો પગ દરવાજામાં ફસાઈ જવા છતાં ડ્રાઈવરે બસ રોકી ન હતી. જેના કારણે લોકો ફસાયેલા પગ સાથે મુસાફરી કરતા હતા, આ દ્રશ્યો જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગોડાદરાના મંગલ પાંડે બસ સ્ટેશન પાસેથી આજે સુરતમાં ચાલતી BRTS બસ પસાર થઈ રહી હતી ત્યારે એક મુસાફર બસ નંબર જીજે 05 સીયુ 8120માં ચડ્યો હતો.