સુરતમાં ડુપ્લીકેટ ગુટખાના કાળા કારોબાર પર PCB-SOGનો દરોડો, 4 કરોડથી વધુના જથ્થા સાથે ત્રણ આરોપી ઝડપાયા, બે વોન્ટેડ

0
20

ડુપ્લીકેટ ગુટખા પર સુરત પોલીસના દરોડા : સુરત શહેર પોલીસની PCB-SOG શાખાએ સારોલી પોલીસ સ્ટેશન હેઠળના સાનિયા હમદ સ્થિત પ્રિન્સ એસ્ટેટના ગોડાઉનમાં દરોડો પાડી રૂ.4 કરોડથી વધુની કિંમતનો ડુપ્લીકેટ ગુટખા જપ્ત કર્યો છે. ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી ગોડાઉનમાં લાવીને અહીં પેક કરીને અન્ય જગ્યાએ મોકલવામાં આવતો હતો. પોલીસે રૂા.રપ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં 6 કરોડની કિંમતનો મુદ્દામાલ, ત્રણની ધરપકડ, અન્ય બેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, સુરત શહેર પોલીસની PCB-SOG શાખાએ સારોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સાનિયા હમાદમાં આવેલા પ્રિન્સ એસ્ટેટના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી રૂ.4 કરોડથી વધુની કિંમતનો ડુપ્લીકેટ ગુટખા જપ્ત કર્યો હતો. ડુપ્લીકેટ ગુટખાનનો જથ્થો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી ગોડાઉનમાં લાવીને અહીં પેક કરીને અન્ય જગ્યાએ મોકલવામાં આવતો હતો. આ કેસમાં પોલીસે બે ટ્રક, અન્ય સાધનો અને સામગ્રી મળી કુલ રૂ. 6 કરોડના ગુટખા ઉપરાંત ત્રણની ધરપકડ કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here