સુરત કોર્પોરેશન : સુરત મહાનગરપાલિકાના આઠમા ઝોનમાં આગની ઘટના બાદ પોલીસનો બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે પાલિકાએ પણ ફાયરની અપૂરતી સુવિધા ધરાવતી હોટેલો શોધવાની કામગીરી હાથ ધરી છે. ગઈકાલે મ્યુનિસિપલ ફાયર વિભાગે 8 હોટલ, 1 હોસ્પિટલ અને 2 જીમ સીલ કરી દીધા હતા. ત્યારે બીજા દિવસે મંગળવારે પાલિકાએ એક હોસ્પિટલ, ચાર હોટલ, બે કોમ્પ્લેક્સ, એક ભંગારની દુકાન, મેડિકલ સહિતની અનેક મિલકતો સીલ કરી નોટિસ ફટકારી છે.
ગઈકાલે પાલિકાએ ફાયર સિસ્ટમના અભાવે અઠવા, સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં આઠ હોટલ અને બે જીમમાં સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. શહેરના ઉધના, કતારગામ અને સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોનમાં મ્યુનિસિપલ ફાયર વિભાગની 9 ટીમો દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન 23 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.