સુરતીઓ દર વર્ષે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે દિવાળીની ઉજવણી કરે છે, પરંતુ તે જ સમયે, કેટલાક લોકો જરૂરિયાતમંદો માટે પણ દિવાળી શક્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકારે સૌનો સાથ અને સૌનો વિકાસનું સૂત્ર આપ્યું હતું પરંતુ તેનો અમલ થતો નથી પરંતુ સુરતીઓએ દિવાળીની ઉજવણીમાં આ સૂત્રને સાર્થક બનાવ્યું છે અને પોતે દિવાળીની ઉજવણી કરવાની સાથે જરૂરિયાતમંદો માટે દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું છે. હાલની કારમી મોંઘવારીમાં માંડ બે છેડે ઘર ચલાવતા લોકો માટે દિવાળીની ઉજવણી એક સપનું બની ગયું છે પરંતુ કેટલીક સંસ્થાઓ-કેટલાક લોકોએ આવા લોકોનું સપનું સાકાર કર્યું છે.
આ દિવાળીએ પણ સુરતીઓ પોતાની અને જરૂરિયાતમંદોની દિવાળી બહેતર બનાવવાનું તેમનું મિશન બનાવી રહ્યા છે.