![]()
સુરત ફાયર સમાચાર: સુરતના સારોલીના કાપડ માર્કેટમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કુબેરજી ટેક્સટાઈલ વર્લ્ડ માર્કેટના 12મા માળે આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે. જો કે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વેપારીઓમાં અસમંજસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે, ગણતરીના કલાકોમાં જ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે અને ફાયર વિભાગ દ્વારા હાલ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા છે અને આગને કાબૂમાં લેવામાં આવી છે. 12મા માળે આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડને આગ ઓલવવામાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
આગના ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેને પોલીસે દૂર કરાવ્યા હતા. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ બજારમાં મોટી માત્રામાં સામાન બળી જવાની આશંકા છે. હાલ ફાયર વિભાગ દ્વારા કુલીંગ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.


