સુરાઃ સુરત મહાનગર પાલિકામાં 1990 થી ભાજપનું શાસન છે પરંતુ આટલા વર્ષો પછી પણ કોટ વિસ્તારમાં તમામ સુવિધાઓ આપવામાં ભાજપ નિષ્ફળ નીવડ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાઓના અભાવે અનેક પરિવારો ઝોન છોડીને જતા રહ્યા છે, આ હિજરતથી કોટ વિસ્તાર ખાલીખમ થઈ ગયો છે. આવો આક્ષેપ વિપક્ષે નહીં પરંતુ ભાજપના એક ધારાસભ્યએ કર્યો છે. મધ્ય ઝોનમાં સીસી રોડ બનાવવાની માંગણીમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના કારણે શહેરની પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ ભાજપ દ્વારા પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવી ન હોવાની સીધી કબૂલાત કરી છે.
સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ શહેરના કોટ વિસ્તારમાં 9 મીટર કે તેથી વધુ પહોળા રોડ સીસી રોડ બનાવવાની માંગણી કરી છે.