સુરત મર્ડર કેસ: સુરતના લિંબાયતમાં એક વિદ્યાર્થીની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. હત્યાની ઘટના બાદ લોકોનું મોટું ટોળું લિંબાયત પોલીસ સ્ટેશને પહોંચી ગયું હતું અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ન્યાયની માંગ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત વિસ્તારમાં દીપક નામના યુવકે રોહન નામના વિદ્યાર્થીનું ગળું કાપી નાખ્યું છે. જોકે હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિદ્યાર્થીની હત્યાને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હત્યાની ઘટનાને પગલે લોકોનું ટોળું લિંબાયત પોલીસ સ્ટેશને પહોંચી ગયું હતું અને તેને ઘેરી લીધો હતો. જેથી સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ લોકોને સમજાવવા આવ્યા હતા, જેથી રોષે ભરાયેલા લોકોએ ડેપ્યુટી મેયરને પણ આડે હાથ લીધા હતા.
ન્યાયની માંગણી સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રહેલા લોકો પર લિંબાયત પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો. આ દરમિયાન એક પોલીસકર્મીએ મહિલાની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો અને લોકોએ વિરોધ કર્યો અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. લોકોએ જણાવ્યું કે શાળાની નજીક દારૂનો અડ્ડો છે પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ પોલીસે રોહનની હત્યાનું કારણ તપાસી રહી છે. જોકે, આરોપી દીપક હાલ ફરાર છે.