![]()
સુરત સમાચાર: સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ પાસે નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સામાન્ય ઝઘડામાં ઉશ્કેરાયેલા મિત્રએ અન્ય મિત્રને ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી મિત્ર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ડિંડોલીમાં મિત્રએ યુવકની છરીના ઘા મારી હત્યા કરી નાખી
મળતી માહિતી મુજબ, સુરતના ડિંડોલીમાં ભેસ્તાન આવાસ પાસે મિત્રો વચ્ચે થયેલી મારામારીમાં યુવકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ ‘દાદા તમને બાઇક પર ઘરે મુકો…’ રાજુલા મંડળમાં 82 વર્ષીય વૃદ્ધાને ધાકધમકી આપી સોનાના બટનો લૂંટવા બદલ બે શખ્સોની ધરપકડ
આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.