સુરતના અન્ય બ્રિજની જેમ વરાછા ફ્લાયઓવર બ્રિજનું પણ બ્યુટીફિકેશન કરવાની માંગ. સુરતના અન્ય બ્રિજની જેમ વરાછા ફ્લાયઓવર બ્રિજનું પણ બ્યુટીફિકેશન કરવાની માંગ

સુરત કોર્પોરેશન: સુરત શહેરના મોટાભાગના ફ્લાય ઓવરબ્રિજને બ્યુટીફિકેશન હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેવી જ રીતે વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચે પણ બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવાની યોજના બનાવવામાં આવી રહી છે. સ્થાનિક સમાજના સૂચનને પગલે સુરત ઉત્તરના ધારાસભ્યએ કાયમી ધોરણે જાહેરાતના અધિકારને દૂર કરીને બ્યુટીફિકેશન હેઠળ આ વિસ્તારમાં આવેલા બ્રિજને આવરી લેવા પત્ર લખ્યો હતો. આગામી સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ થયા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

સુરતમાં પાર્લે પોઈન્ટ ફ્લાય ઓવર બ્રિજ, અડાજણમાં સરદાર બ્રિજ સહિત અનેક ફ્લાય ઓવર બ્રિજ હેઠળ પાલિકાએ બ્યુટિફિકેશનની કામગીરી કરી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરાછા ફ્લાયઓવર બ્રિજ જાહેરાતના અધિકારો આપવા ઉપરાંત મજૂર લોકો માટે અડ્ડો બની ગયો છે. આ જગ્યાએ જાહેરાતના અધિકારો આપીને પાલિકાને વાર્ષિક 1.36 કરોડની આવક થઈ છે. જો કે આ ફ્લાયઓવર બ્રિજની આસપાસની સોસાયટીમાં રહેતા લોકોએ માંગ કરી છે કે, જો શહેરના અન્ય ફ્લાયઓવર બ્રિજનું બ્યુટિફિકેશન કરવામાં આવતું હોય તો વરાછા ફ્લાયઓવર બ્રિજનું બ્યુટિફિકેશન કેમ કરવામાં આવતું નથી. તેમણે ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલર સમક્ષ આ અંગે રજૂઆત કરી હતી. સોસાયટીના પત્રોના આધારે ધારાસભ્ય બલરે નગરપાલિકા પ્રશાસનને પત્ર લખીને વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચેનો હક્કો કાયમી ધોરણે રદ કરવા અને ભિખારીઓનો ઉપદ્રવ અને ગંદકી દૂર કરીને બ્યુટિફિકેશનની કામગીરી કરવા માંગ કરી છે. ધારાસભ્યના પત્ર બાદ પાલિકાની સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]