![]()
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓની સફાઈ માટે 16 સ્વીપર મશીનોની ખરીદી અને ઓપરેશન-મેઈન્ટેનન્સના ટેન્ડર બાદ ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, તેમ છતાં કોઈ કામગીરી થઈ ન હતી.
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે અને આ નંબર જળવાઈ રહે તે માટે પાલિકા કાર્યરત છે. સફાઈ કામગીરીમાં સુરત અગ્રેસર રહે તે માટે પાલિકાના સફાઈ કર્મચારીઓ સફાઈની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે કાર્યરત છે. સુરત મહાનગરપાલિકાએ સ્વીપર મશીનો વડે સફાઈની કામગીરી કરવા માટે 16 સ્વીપર મશીનો ખરીદ્યા છે અને તેને ઓપરેટ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યા છે. જો કે આ મશીનની સફાઈ કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાની ફરિયાદો અનેક વખત મળી છે.
દરમિયાન આજે સુરત મનપાના વિપક્ષી કોર્પોરેટર દ્વારા 14મી ડિસેમ્બરની રાત્રિ દરમિયાન પાલિકાએ ખરીદેલા સ્વીપર મશીનથી સફાઈ કરાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સ્વીપર મશીન સફાઈ કરવાને બદલે રોડ પર કચરો છોડીને પાછળ ફરે છે. 21 કરોડના ખર્ચે 16 સ્વીપર મશીનો ખરીદવામાં આવ્યા છે અને તેના સંચાલન અને જાળવણી માટે 265 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ અપાયો છે પરંતુ તેમાં ગોટાળા થઈ રહ્યા છે અને સફાઈની કામગીરી યોગ્ય રીતે થઈ રહી હોવાનો આક્ષેપ વિપક્ષી સભ્યએ કર્યો છે.
