સુરતના સરથાણા તક્ષશિલા કોમ્પ્લેક્સ અને સીટી લાઇટના શિવ પૂજા કોમ્પ્લેક્સમાં આગની દુર્ઘટના બાદ ગેરકાયદે બાંધકામોની વિગતો પ્રકાશમાં આવી છે. પરંતુ સુરત શહેરમાં ભોગવટાની પરવાનગી મેળવ્યા બાદ નજીવા ફેરફાર કરવામાં આવેલ મિલકતોની સંખ્યા લાખોમાં છે. તેમાં તક્ષશિલા અને શિવ પૂજા બિલ્ડીંગ જેવી હજારો ખતરનાક રીતે બદલાયેલી મિલકતો પણ છે. ગેરકાયદેસર બાંધકામો કરવા અને ભોગવટાની પરવાનગી બાદ બિલ્ડીંગોમાં જોખમી ફેરફારો કરવા માટે પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સાથે ગેરકાયદે બાંધકામોની ભલામણ કરવા માટે રાજકારણીઓ પણ જવાબદાર છે. આવા કિસ્સાઓમાં મોટા માથાઓ બચી જવાની અને જુનિયર સ્ટાફ-અધિકારીઓ બલિનો બકરો બનવાની પ્રથા હાલના કિસ્સામાં પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.