સુરતમાં મહિલા બેહોશ સુરતના નુરપુરામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બિલ્ડિંગના બેઝમેન્ટ હોલમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રાત્રિભોજનની પણ વ્યવસ્થા હતી. દરમિયાન કાર્યક્રમમાં મહિલાઓની સંખ્યા વધુ હતી. જ્યાં નોન વેજ સિઝલરના કારણે 20થી વધુ મહિલાઓ ઓક્સિજનના અભાવે બેહોશ થઈ જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.