આઈસરની કેબિન પલટી : આઈસર ચાલકે ડિવાઈડર કૂદીને ગામ નજીક ટ્રેલર અને કારને ટક્કર મારી
સાયલા, : સાયલા ચોટીલા હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આઈસર, ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આઈસરના ચાલકનું મોત થયું હતું. સાયલાના ડોળીયા આયા ગામ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આઈસરનો આગળનો ભાગ વળી ગયો હતો. અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહનો હટાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોકલ ગામના ચાલક રમેશભાઈ લાલજીભાઈ શિયાણીયા આઈસર લઈને સાયલા-ચોટીલા હાઈવે પર જઈ રહ્યા હતા. ત્યારે સાયલાના ડોળીયા આયા ગામ પાસે આઈસર ચાલક આવતાં આઈસર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર ગયો હતો. જ્યાં ટ્રેલર અને કાર સાથે આઈસર અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે આઈસરની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં આઈસર ચાલક રમેશભાઈ લાલજીભાઈ શિયાણીયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવને પગલે હાઇવે પરથી પસાર થતા લોકોએ 108 અને સાયલા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ 108 અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. બીજી તરફ ત્રિપાંખના અકસ્માતને કારણે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે ક્રેઈન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિકજામ ખુલ્લો કરાવ્યો હતો.