સાબરકાંઠામાં વરસાદઃ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે ઓવરફ્લો થઈ ગઈ છે. સાબરકાંઠાના ઇડર તાલુકાના કડિયાદરા પાસે મુશળધાર વરસાદના પગલે નદીના વહેતા પ્રવાહમાં કાર સાથે બે લોકો ફસાઇ ગયા હતા. આ પછી વહીવટીતંત્ર દ્વારા બંને લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા અને તેમનો જીવ બચી ગયો. કલેક્ટરે સમગ્ર ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી.
આ પણ વાંચો: બંગાળની ખાડીમાં ચક્રવાતનો ખતરો: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી, IMD એલર્ટ
ફાયર વિભાગની ટીમે બંનેને બચાવી લીધા હતા
સાબરકાંઠાના ઇડર તાલુકાના કડિયાદરા નજીક નદીના વહેતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો ખેંચાયા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક ડિઝાસ્ટર વિભાગને કરવામાં આવી હતી. આ પછી ઈડર અને હિંમતનગર ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી નદીમાં ફસાયેલા બંને લોકોને બચાવી લીધા હતા.
ઘટના અંગે કલેકટરે જાણ કરી હતી
સમગ્ર ઘટના અંગે સાબરકાંઠાના કલેક્ટરે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર એક પોસ્ટ શેર કરી અને ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે, ‘ઇડર તાલુકાના કરોલ નદી ઉપર વડિયાવીર ગામમાં બનેલા કોઝવેમાં એક યુગલ કાર સાથે ફસાઈ ગયું હતું. નદીમાં ફસાયેલા લોકોને ફાયરની ટીમ અને તંત્ર દ્વારા સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, પ્રાથમિક આરોગ્ય તપાસ અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું અને સલામત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.’