Home Gujarat સલંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ગુલાબના પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા

સલંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ગુલાબના પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા

0
સલંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ગુલાબના પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા

  • દાદાને હીરા જડિત મુગટ આપવામાં આવ્યો હતો
  • હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન
  • દાદાના રેશમ વાઘા પર ફૂલોની ડિઝાઇન અને જરદોશી વર્કનો ઉપયોગ

બોટાદ: આજે પોષી પુનમના દિવસે યાત્રાધામ સલંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીને ગુલાબના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને રેશમી વાડા અને હીરા જડિત મુંગટ પર ફ્લોરલ ડિઝાઈનથી શણગારવામાં આવ્યા હતા. આજે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

આજે 13 જાન્યુઆરીએ પૂનમ નિમિત્તે સલંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં દાદાને ભવ્યાતિભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ દિવ્ય આયોજન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાલા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સવારે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી.

દાદાને ગુલાબના ફૂલોથી શણગારવામાં આવ્યા હતા અને તેમને મુગટ પહેર્યો હતો. ફ્લોરલ ડિઝાઈન અને જરદોશી વર્કનો ઉપયોગ રેશમના વાઘા પર ખાસ શણગાર તરીકે કરવામાં આવે છે. મંદિરના પટાંગણમાં ધનુર્માસ નિમિત્તે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ડિસેમ્બર 2024 થી 14 જાન્યુઆરી 2025 સુધી કૌટુંબિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ પવિત્ર ભૂદેવો દ્વારા દરરોજ સવારે 7 થી 12 અને બપોરે 3 થી 6 દરમિયાન કરવામાં આવે છે, જેમાં પૂજન, અર્ચન સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. આરતી કરવામાં આવે છે.

The post સલંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ગુલાબના ફૂલોથી શણગારવામાં આવ્યા appeared first on Revoi.in.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version