2
અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં ચાલતા ફાઈવ સ્ટાર સ્પામાં મસાજના નામે દેહવ્યાપારના અનેક કિસ્સા બહાર આવતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સેટેલાઈટ, બોડકદેવ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં સ્પામાં મોટી સંખ્યામાં દેહવ્યાપારના કિસ્સા ઝડપાયા હતા.આટલું જ નહીં, સ્પામાં કામ કરતી યુવતીની માહિતી પોલીસથી છૂપાઈ હતી. આ સંદર્ભે ઘણા કિસ્સાઓ પણ નોંધાયા હતા. ત્યારે કેટલાક સ્પા સંચાલકોએ દેહ વ્યાપારના બદલે સ્પામાં વધારાની સેવા શરૂ કરી છે. જેના માટે અલગ અલગ પેકેજ પણ બનાવવામાં આવ્યા છે.