![]()
બગદાણા હુમલા કેસમાં
ફરિયાદમાં જયરાજ આહિરનું નામ ઉમેરવા અને IPS અધિકારીને તપાસ સોંપવા વિનંતી
વિરમગામ – બગદાણા હુમલા કેસમાં વિરમગામના કોળી સમાજ દ્વારા મામલતદારને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જયરાજ આહિરનું નામ ઉમેરવા અને તપાસ આઈપીએસ અધિકારીને સોંપવાની માંગ કરવામાં આવી છે.
બગદાણાના કોળી યુવક નવનીતભાઈ પર થયેલા હુમલાના સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. આજે નળકાંઠા કોળી યુવક મંડળ અને વિરમગામ તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા મામલતદારને ફરિયાદ પત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. સમાજની મુખ્ય માંગ છે કે આ ગુનાના માસ્ટર માઈન્ડ જયરાજ આહિરનું નામ તાત્કાલિક એફઆઈઆરમાં ઉમેરવામાં આવે અને સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવા આઈપીએસ અધિકારી નિલપ્ત રાયને સોંપવામાં આવે.
અરજીમાં આક્ષેપ કરાયો છે કે બગદાણા પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. ફરજમાં બેદરકારી બદલ સંબંધિત પીઆઈને બરતરફ કરવાની માંગ સાથે નવનીતભાઈનું નવું નિવેદન લઈને કડક કલમો ઉમેરવા વિનંતી કરવામાં આવી છે. જો પીડિતને વહેલી તકે ન્યાય નહીં મળે તો કોળી સમાજે રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

