વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ

વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ

વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ

ફાયર બ્રિગેડ દ્વારા બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

લાકડાના સ્ટ્રક્ચરને કારણે, આગ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી: નીચે ફટાકડા અને કાપડની દુકાનના વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

એક વિરામવિરમગામના ટાવર વિસ્તારમાં લાકડાની બનેલી કોમ્પ્યુટરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર ફાઈટરોએ સતત બે કલાક પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી,
જેના કારણે નીચે આવેલી ફટાકડા અને કાપડની દુકાનોનો બચાવ થયો હતો.

વિરમગામ શહેરના મુખ્ય ટાવર વિસ્તારમાં આવેલી કોમ્પ્યુટર રીપેરીંગની દુકાનમાં બુધવારે રાત્રે 8:30 વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. પહેલા માળે આવેલી દુકાન લાકડાની હોવાથી આગની જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગને પગલે સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પાલિકાના ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નીચે ફટાકડા અને કાપડની દુકાનો હોવાથી મોટી દુર્ઘટનાનો ભય હતો, પરંતુ સ્થાનિકોના સહકારથી સમયસર મામલો થાળે પડ્યો હતો. બે કલાકની સતત પાણીની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ વેપારીને મોટું આર્થિક નુકસાન થયું છે. વિરમગામમાં એક સપ્તાહમાં આગની આ બીજી ઘટના છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]