![]()
કરમસદથી કેવડિયા કોલોની સુધીની એકતા યાત્રા પૂર્વે
વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં વર્ષો જૂના વૃક્ષો કપાયાઃ પર્યાવરણપ્રેમીઓમાં રોષ
આણંદ: કરમસદથી કેવડિયા કોલોની સુધી એકતા યાત્રાનો પ્રારંભ થયો હતો. 26મી નવેમ્બરે યોજાનારી એકતા યાત્રાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વિદ્યાનગરમાં 28 સહિત 150 વૃક્ષો કાપીને ટ્રીમ કરવામાં આવ્યા છે. જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે.
એકતા યાત્રાની તૈયારી માટે વહીવટીતંત્ર દ્વારા બે દિવસ પહેલા જ જીટોડિયાથી અંધારિયા ચોક, નાવલી, નાપાડ, આસોદર ચોક, ઉમેટા સુધીના એકતા રૂટ પર વર્ષો જૂના વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ તો વળી ગયેલી ડાળીઓ પણ કાપવામાં આવી રહી છે.
શનિવારે કરમસદ-આણંદ નગરપાલિકા દ્વારા વિદ્યાનગરના શાસ્ત્રીબાગની ચારે બાજુના 50 વર્ષથી વધુ જૂના વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વૃક્ષોની ડાળીઓ અને 28 વૃક્ષો પણ કાપવામાં આવી રહ્યા છે. વિદ્યાનગરની સ્થાપના વખતે પર્યાવરણવાદીઓ દ્વારા ઉછેરવામાં આવેલ કિંમતી વૃક્ષોનું કટીંગ કરવામાં આવતા પર્યાવરણવાદીઓમાં રોષ ફેલાયો છે.