ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ: વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં સાતમા ક્રમે છે. ભારતીય પ્રવાસન વિભાગ દ્વારા રજૂ કરાયેલા પ્રવાસી ડેટા અનુસાર, દેશભરમાં દર વર્ષે 53 લાખ વિદેશી પ્રવાસીઓ હવાઈ માર્ગે ભારતની મુલાકાત લે છે. જેમાં દેશના વિવિધ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓના આગમનમાં ગુજરાતનું અમદાવાદ એરપોર્ટ સાતમા ક્રમે છે.
ઉત્તરાયણને કારણે ગુજરાતમાં આવતા વિદેશી પ્રવાસીઓ વધુ આકર્ષાયા હતા
અહેવાલો અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર 1,76,086 જેટલા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા.