![]()
થરાદ SDM અકસ્માત: વાવ-થરાદ હાઈવે પર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)ની કારને અકસ્માત નડ્યો હતો. થરાદના એસડીએમની કાર અને જીપ વચ્ચે હાઈવે પર ચારડા ગામ પાસે આજે (10 નવેમ્બર) અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એસડીએમ, ડ્રાઈવર અને જીપમાં સવાર બે લોકોને ઈજા થઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વાવ-થરાદ હાઈવે પર SDMની કાર અને જીપ વચ્ચે અકસ્માત
મળતી માહિતી મુજબ થરાદના એસડીએમ સજ્જન મેર થરાદથી વાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર જીપ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ ચાર લોકોને ઇજા થતાં થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આ પણ વાંચોઃ નાસિક પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતઃ બે ગુજરાતીઓના મોત, ચાર ઘાયલ
અકસ્માતમાં SDM અધિકારી ઘાયલ થતાં જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માતનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

