વાઘોડિયા રોડ પર ફૂલોની ખરીદી કરવા નીકળેલી મહિલાના ગળામાંથી સોનાનો હાર તોડીને બાઇકસવાર ભાગી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડ પર સવિતા હોસ્પિટલ સામે આવેલી શુભ લક્ષ્મી સોસાયટીમાં રહેતા પૂનમબેન નાગેન્દ્રભાઈ ચૌબે ગઈકાલે સવારે સાત વાગ્યે ફૂલ ખરીદવા ઘરેથી નીકળ્યા હતા. ચાર રસ્તા પાસે આવેલી ક્રિષ્ના રેસ્ટોરન્ટ પાસે ફૂટપાથ પર એક મહિલા ફૂલોનો પલંગ બનાવીને બેઠી હતી. પૂનમબેન ફૂલો ખરીદતા.