– સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ છે
– મહિને 5 થી 15 ટકા વ્યાજ વસૂલતા મહિલા સહિત પાંચ શાહુકારો સામે ફરિયાદ
સુરેન્દ્રનગર: વઢવાણમાં રહેતા અને બાંધકામમાં મજૂરી કામ કરતા યુવાને અલગ અલગ કારણોસર વઢવાણની મહિલા સહિત પાંચ વ્યક્તિ પાસેથી ઉંચા વ્યાજે અલગ-અલગ રકમ લીધી હતી. વ્યાજ તેમજ મુદ્દલની રકમ માટે પાંચેય શખ્સોએ યુવાનને ધમકી આપતા યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પઠાણીની છેડતી કરનાર મહિલા સહિત કુલ પાંચ વ્યાજખોરો સામે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.