વડોદરા |વડોદરા | વડોદરાના ગદાપુરા આવાસમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાને લઈને રહીશોનો હોબાળો

વડોદરા |વડોદરા | વડોદરાના ગદાપુરા આવાસમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાને લઈને રહીશોનો હોબાળો

વડોદરા |વડોદરા | વડોદરાના ગદાપુરા આવાસમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાને લઈને રહીશોનો હોબાળો

વડોદરા : વડોદરા શહેરના ગદાપુરા વિસ્તારમાં આવેલા અને વોર્ડ નં.11માં સમાવિષ્ટ વુડા હાઉસિંગના રહીશોએ પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને હોબાળો મચાવ્યો હતો.

રહેવાસીઓના જણાવ્યા અનુસાર અહીં કુલ 576 આવાસો છે. લાંબા સમયથી ડ્રેનેજ લાઈનો ચોકઅપ છે જેના કારણે ચોમેર ગંદકી ફેલાઈ રહી છે. લોકોની અવરજવર ઉપરાંત રોજીંદી જનજીવન પણ ભારે મુશ્કેલી સર્જી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પીવાનું પાણી પણ દૂષિત થઈ રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં બીમારીઓ ફેલાઈ રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકોને તેની અસર થઈ રહી છે. સતત રજુઆતો છતાં કોર્પોરેશન તરફથી યોગ્ય કાર્યવાહી ન થતા રહીશોમાં શ્રી નારાજ જોવા મળી હતી. મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ પાણી-ડ્રેનેજની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી રહીશોએ ઉચ્ચારી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]