વડોદરા પોલીસ : 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં ગયો છે. પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સતત વાહનોનું ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ડીસીપી ઝોન-2 અભય સોની પોતે રાવપુરા પોલીસ ટીમ સાથે રાત્રીના સમયે રાજમહેલ રોડ પર આવેલા નવલખી ગ્રાઉન્ડ પર પહોંચી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ઉપરાંત અન્ય સ્થળોએ પણ ચેકીંગ હાથ ધરાયું હતું.
વડોદરા શહેરમાં લોકો 31મી ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરે છે.