
વડોદરામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વધતી જતી ઠંડી સાથે વાતાવરણમાં પ્રદુષણ એકાએક નીચી સપાટીએ આવી ગયું છે.
વડોદરામાં આજે વહેલી સવારથી જ ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યાં રોડ પરના વાહનોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. સૂર્યોદય પછી પણ જાણે અંધકાર છવાઈ ગયો હોય તેવું અંધકારમય વાતાવરણ હતું. આજે સવારે 7 થી 8 દરમિયાન વડોદરા શહેરનો મહત્તમ AQI 288 નોંધાયો હતો અને પ્રદૂષણની સાથે ભેજ પણ વધ્યો હતો.


