![]()
વડોદરા : પંચમહાલ જિલ્લાના હાલોલની નીલકંઠ ઉપવન સોસાયટીમાં રહેતા વિજયપુરી કાંતિપુરી ગોસ્વામી શિવરાજપુર બાયપાસ પાસે ગીરીરાજ એગ્રો નામની ઓફિસ ચલાવે છે. ગત 7મીએ તેઓ પત્ની સાથે કાર લઈને વડોદરાના આજવા રોડ પર આવેલા સિગ્મા કોલેજ રોડ પર આવેલા રેવા તળાવ ખાતે આવેલા મિત્ર રાજેશ અંબાલાલ પટેલના ઘરે વાસ્તુ પ્રસંગ માટે આવ્યા હતા. સાંજે 07:00 કલાકે તેઓ હનુમાનપુરા તળાવ સામે સિગ્મા કોલેજ રોડ પર વાહન પાર્ક કરીને મિત્રના ઘરે ગયા હતા. જ્યારે સવા આથે પરત ફર્યા ત્યારે તેમની કારની પાછળની બાજુની બારી તૂટેલી હતી અને સીટ નીચેની બેગ ગાયબ હતી. બેગમાં દોઢ લાખ રોકડા અને અન્ય દસ્તાવેજો હતા. જે અંગે તેમણે શરૂઆતમાં અરજી આપી હતી. પરંતુ બેગ ન મળતા આખરે ફરિયાદ નોંધાવી હતી.