વડોદરા કોર્પોરેશન : વડોદરા કોર્પોરેશન હસ્તકની શેરખી ઇન્ટેકવેલ ખાતે આવેલી સરદાર સરોવર નિગમ લી નર્મદા કેનાલમાં સરદાર સરોવર નિગમ લી દ્વારા જરૂરી જાળવણીની કામગીરીને કારણે આજે સવારે નાગરિકોને પાણી મળી શકયું ન હતું.
આજે સવારે 10 વાગ્યાથી મેઇન્ટેનન્સની કામગીરી શરૂ થવાની હોવાથી શેરખી ઇન્ટેક કૂવામાંથી પાણી પુરવઠો મળી શક્યો ન હતો. તો આજે સાંજના સમયે ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી પુરવઠો મેળવતા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગાયત્રી ટાંકીમાંથી હળવા દબાણથી અથવા થોડા સમય માટે અને મોડે સુધી પાણી વિતરણ કરવામાં આવશે. જેથી ગાયત્રી ટાંકી, વાસણા ટાંકી, હરિનગર ટાંકી અને તાંદલજા ટાંકીમાંથી આવતીકાલે 27મીએ સવારે ઓછા દબાણથી થોડા સમય માટે અને મોડા સુધી પાણી વિતરણ કરવામાં આવશે.