વડોદરા સમાચાર: હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન નદી-ચેક ડેમમાં નહાતી વખતે ડૂબી જવાની ઘટના બને છે. વડોદરા જિલ્લા કલેક્ટરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જિલ્લાની નદી, ઘાટ અને ચેકડેમમાં ન્હાવા પર 3-4 માર્ચ, 2026ના રોજ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત જે લોકો પર કાદવ કે ગંદુ પાણી ફેંકશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હોળી-ધુળેટી દરમિયાન નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ
વડોદરા જિલ્લામાં દર વર્ષે ધૂળેટીના તહેવાર નજીક નર્મદા, મહી, ઓરસંગ સહિતની નદીઓમાં ડૂબી જવાના બનાવો બને છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પ્રશાસને એક જાહેરનામું બહાર પાડીને બે દિવસ માટે નદી, કેનાલો કે ડેમમાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ પણ વાંચોઃ પંચમહાલઃ શહેરના જંગલમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી, લાકડા કાપનાર સ્થાનિક ‘દેવદૂત’ બન્યો
જાહેરનામા મુજબ, વડોદરાના સાવલી, ભડવારા, પાદરા, કરજણ, તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગ્રામજનોને હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન મહીસાગર અને નર્મદા નદી, ચણોદના મલ્હાર ઘાટ, કપિલેશ્વર ઘાટ, ત્રિવેણીનાથ ઘાટ સહિતના ઘાટો પર નાહવા કે અન્ય કોઈ હેતુ માટે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ, જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


જો તમે લોકો પર માટી કે ગંદુ પાણી ફેંકશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન જાહેર માર્ગ પર આવતા-જતા રાહદારીઓ કે વાહનચાલકો પર કાદવ કે રંગીન પાણી અને તેલયુક્ત વસ્તુઓ ફેંકવાની શક્યતાને ધ્યાને રાખીને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જાહેર જનતાને અડચણ, ત્રાસ કે ઇજા પહોંચાડવાના બનાવ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.




