વડોદરાઃ શહેરમાં મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવેલા લોકોના નામ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત વડોદરાઃ શહેરની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવેલા નામો સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત

મતદાર યાદી સુધારણા અંગેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મતદાર યાદીમાંથી કેટલાક નાગરિકોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે ભારતના ચૂંટણી પંચે મતદારયાદી સુધારણા ઝુંબેશ શરૂ કરી હતી.

વડોદરામાં થયેલું કામ હવે પૂર્ણતાના આરે છે. જ્યારે બીજી તરફ મતદાર યાદીમાંથી અનેક મતદારોના નામ રદ થયાની નોટિસો પણ તે વ્યક્તિઓને મળી રહી છે ત્યારે શહેર કોંગ્રેસના આગેવાન નરેન્દ્ર રાવત અને મહિલા કાઉન્સિલર અમી રાવત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આજે કલેક્ટર કચેરીએ આવીને આવા નામો કાઢી નાખવાની વિગતો સાથે ઉમટી પડ્યા હતા. મતદાર યાદીમાંથી કમી કરવામાં આવનાર મતદારોની યાદી સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આપેલા આવેદનમાં આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]