લીંબડી શહેરમાં NM હાઇસ્કૂલ અને HK કુમાર સ્કૂલ પાસે કચરાના ઢગલા | લીંબડી શહેરમાં એન.એમ.હાઇસ્કૂલ અને એચ.કે.કુમાર શાળા પાસે કચરાના ઢગલા

– સ્વચ્છતાના સૂત્રો માત્ર દિવાલો પર, ગ્રાઉન્ડ પર શૂન્ય કામગીરી

– પાલિકાની બેદરકારીથી એક હજારથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્ય પર ખતરો : વાલીઓમાં રોષ

લીંબડી : લીંબડી શહેરના બહેલાપરા વિસ્તારમાં આવેલ એન.એમ. હાઈસ્કૂલ અને એચ.કે.ની કુમાર શાળા પાસે છેલ્લા એક સપ્તાહથી સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. શાળાના મુખ્ય માર્ગ પર કચરાના ઢગલા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી.

ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે શાળામાં અભ્યાસ કરતા 1,000 થી વધુ વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે વાલીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા તંત્ર દ્વારા સફાઈના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરમાં અનેક જગ્યાએ સ્વચ્છતાના સુત્રો લખવામાં આવ્યા છે, પરંતુ કમનસીબી એ છે કે સ્વચ્છતા કર્મચારીઓ સ્લોગનની નીચે જ કચરો ફેંકી રહ્યા છે. પાલિકાની આ ‘શૂન્ય’ કામગીરીના કારણે ભ્રષ્ટાચારની ગંધ આવતી હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તંત્ર દ્વારા વહેલી તકે સફાઈ હાથ ધરવામાં આવે તેવી વાલીઓની માંગ છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]