મોરબી જૂથ અથડામણ: મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હત્યા જેવા ગંભીર ગુનાઓ અવારનવાર બને છે. જેમાં શુક્રવારે માળીયા મિંયાણામાં લોહિયાળ રમત રમાઈ હતી. વાગડીયા ઝાપા પાસે બંને જૂથ સામસામે આવી ગયા હતા. અને ફિલ્મી સ્ટાઈલમાં બંને જૂથ સામસામે ગોળીબાર કરતાં એકનું મોત થયું હતું. બંને પક્ષે ચાર લોકો ઘાયલ થયા હતા.