મંગળવાર, અમદાવાદ
દેત્રોજમાં 12 દિવસ પહેલા મહિલાની વિકૃત લાશ મળી આવી હતી. પોલીસ માટે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરતાં દેત્રોજમાં રહેતા ગોવિંદજી ઠાકોર નામના શખ્સને મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, અન્ય મહિલા સાથે સંબંધ હોવાની આશંકામાં થયેલી તકરારમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરી લાશને ગટરમાં ફેંકી દેવામાં આવી હતી. મૃતક મહિલા કચ્છના મુન્દ્રાના મફતીનગર કુંડારોડી ગામની વતની હતી.