અમદાવાદ થી પ્રયાગરાજ ફ્લાઇટનું ભાડું: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળા માટે હજારો શ્રદ્ધાળુઓ એકઠા થયા છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. આ દરમિયાન, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ગુજરાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હવાઈ ભાડા પર નિયંત્રણ લાદવાની અપીલ કરી છે કારણ કે અમદાવાદથી મહાકુંભથી પ્રયાગરાજ સુધીની ફ્લાઈટના ભાડા આકાશને આંબી રહ્યા છે.
ફ્લાઇટના ભાડામાં ધરખમ વધારા અંગે VHPનો PM મોદીને પત્ર
પ્રયાગરાજ ખાતે ભવ્ય મહાકુંભમાં દેશ-વિદેશથી કરોડો ભક્તો આવી રહ્યા છે. ગુજરાત સહિતના રાજ્યોમાંથી ભક્તો બસ, ટ્રેન અને પ્લેન દ્વારા મહાકુંભમાં જઈ રહ્યા છે. દરમિયાન, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટના ભાડામાં ધરખમ વધારા અંગે પત્ર લખ્યો છે.
આ પણ વાંચોઃ મહાકુંભના સિલિન્ડર બ્લાસ્ટમાં લાગી આગ, અનેક ટેન્ટ બળીને ખાખ, CM યોગીએ પણ મેળવી ઘટનાની માહિતી
વિશ્વ હિંદુ પરિષદે કહ્યું કે, ‘અમદાવાદ એરપોર્ટથી પ્રયાગરાજ સુધીની ફ્લાઈટના ભાડા છેલ્લા બે દિવસથી વધારવામાં આવ્યા છે. જેમાં મુસાફરોને રાઉન્ડ ટ્રીપ માટે લગભગ 35000 ચૂકવવા પડે છે. મહાકુંભના અવસર પર એરલાઈન્સે તેને કમાણીનું માધ્યમ બનાવ્યું છે. આ સમગ્ર મામલે સરકાર હસ્તક્ષેપ કરે અને ખાનગી એરલાઇન કંપની દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી વસૂલવામાં આવતા ચાર ગણા ભાડા સામે યોગ્ય પગલાં લેવા વિનંતી.’