
બનાસકાંઠા વાવ પેટાચૂંટણી: બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષોનો ત્રિપાંખિયો જંગ પણ રસપ્રદ બની રહ્યો છે. ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ મેદાનમાં છે. જો કે ચૂંટણી પહેલા ભાજપે મોટી કાર્યવાહી કરી છે. વાવ પેટાચૂંટણી પહેલા જ ભાજપે માવજી પટેલ સહિત પાંચ બળવાખોરોને સસ્પેન્ડ કર્યા છે.
