cURL Error: 0 બે અજાણ્યા શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો, બચાવ વચ્ચે યુવકનું મોત : ખાડામાં પડી જવાથી મોત - PratapDarpan
6.9 C
Munich
Monday, February 23, 2026

બે અજાણ્યા શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો, બચાવ વચ્ચે યુવકનું મોત : ખાડામાં પડી જવાથી મોત

Must read

બે અજાણ્યા શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો, બચાવ વચ્ચે યુવકનું મોત : ખાડામાં પડી જવાથી મોત

વડોદરા તા.25

વડોદરા શહેરના છેવાડે આવેલા સેવાસી ગામમાં આવેલા હનુમાનજી મંદિર પાસે બે અજાણ્યા શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હોવાથી સેવાસીના આશાપુરીમાં રહેતા 25 વર્ષીય અજય જેસંગ વસાવાએ સિક્યુરિટી ગાર્ડને બચાવવા દરમિયાનગીરી કરી હતી.

આ સમયે બે અજાણ્યા શખ્સો પૈકી એકે અજયને છાતીમાં જોરથી માર મારતાં અજય ખાડામાં પડી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રિશિયન અને એસી રિપેરિંગનું કામ કરતા અજયના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા અને તેમને ત્રણ વર્ષનો પુત્ર અને આઠ મહિનાની પુત્રી છે.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article