બાલાસિનોરમાંથી 45.40 લાખનો દારૂ ઝડપાયો ખાતરની આડમાં બાલાસિનોરમાંથી ટ્રકમાં 45.40 લાખની કિંમતનો દારૂ ઝડપાયો

બાલાસિનોરમાંથી 45.40 લાખનો દારૂ ઝડપાયો ખાતરની આડમાં બાલાસિનોરમાંથી ટ્રકમાં 45.40 લાખની કિંમતનો દારૂ ઝડપાયો

બાલાસિનોરમાંથી 45.40 લાખનો દારૂ ઝડપાયો ખાતરની આડમાં બાલાસિનોરમાંથી ટ્રકમાં 45.40 લાખની કિંમતનો દારૂ ઝડપાયો

– અમદાવાદ-ઈન્દોર હાઈવે પર હોટેલ ગ્રીન પાસે

– દારૂ અને બિયરની 20,640 બોટલો, ટ્રક સહિત રૂ. 60.47 લાખનો મુદ્દામાલ કબજે: ડ્રાઈવરની ધરપકડ

બાલાસિનોર: બાલાસિનોર પાસેથી પસાર થતા ઇન્દોર-અમદાવાદ હાઇવે પર મહીસાગર એલસીબી અને સ્થાનિક પોલીસે રૂા.રપ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયર ભરેલી ટ્રક કબજે કરી છે. દારૂ અને બિયરના આ જથ્થાને જૈવિક ખાતર હેઠળ છુપાવીને લઈ જવામાં આવતો હતો. આ જથ્થો કોણે મોકલ્યો અને ક્યાં લઈ જવાનો હતો? પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

મહિસાગર એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે બાલાસિનોર ટાઉન પોલીસને સાથે રાખી અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આવેલી હોટલ ગ્રીન પાસે વોચ ગોઠવી હતી. અહીં બેરીકેટ્સ અને વાહનો ગોઠવીને ઈન્દોર તરફથી આવતી ટ્રકને રોકીને તેની તલાશી લેતા તેમાં જૈવિક ખાતરની આડમાં દારૂ અને બિયર સંતાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી ટ્રકના ચાલક સુલતાનખાન મહબુબ ખાન જે મધ્યપ્રદેશના ઈન્દોરના ચંદનનગરમાં રહે છે તેની ધરપકડ કરી ટ્રકને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. અહી તપાસ દરમિયાન ટ્રકમાંથી રૂ.45.40 લાખની કિંમતની દારૂ અને બીયરની 20,640 બોટલો અને ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂ.૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 60.47 લાખનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોણે ક્યાંથી મોકલ્યો અને કોને પહોંચાડવાનો હતો? વિગેરે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.ગુજરાતમાં દારૂબંધીના દાવા સામે આટલો મોટો દારૂનો જથ્થો વારંવાર ઝડપાઈ રહ્યો છે. જે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપે છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]