અમદાવાદ, રવિવાર
આજે વૈજ્ઞાનિક યુગમાં પણ કર્મકાંડના નામે અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે ત્યારે બાપુનગરમાં મંતવ્યો પુરી કરવા માટે ઘરમાં પશુઓની બલિ ચઢાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, પોલીસ પહોંચે તે પહેલા બકરાની બલિ ચઢાવી દેવામાં આવી હતી.
પોલીસના આગમન પહેલા ઘરમાં માતાજીના મંદિર નીચે બકરાની બલિ ચઢાવવામાં આવી, આરોપીની ધરપકડ
બાપુનગરના અંબર સિનેમા સ્થિત સરકારી ઈ કોલોનીમાં એક જીવદયા પ્રેમીએ પોલીસને જાણ કરતાં ગઈકાલે સાંજે બાપુનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ અંધશ્રદ્ધાના નામે પહેલાથી જ ઘરમાં માતાજીના મંદિર નીચે બકરાની બલિ ચઢાવવામાં આવી હતી.

