5
નકલી જજ કેસ: કારંજ પોલીસે આજે નકલી ન્યાયાધીશ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને ઘી કાંતા ફોજદારી અદાલતમાં નકલી ન્યાયાધીશો અને અદાલતો સ્થાપવાના અને ખાનગી વ્યક્તિઓને અબજો રૂપિયાની સરકારી જમીનો ચોરી કરવાના કૌભાંડમાં ફસાયેલા બનાવટી ન્યાયાધીશને રજૂ કર્યો હતો. જ્યાં તેણે પોલીસ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. જેથી કોર્ટે આરોપી મોરીસ ક્રિશ્વિયનને સારવાર માટે સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો અને પોલીસને આજે મેડિકલ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો.
રિપોર્ટ બાદ કોર્ટ આવતીકાલે મૌરીસ ક્રિશ્વિયનના રિમાન્ડની સુનાવણી કરશે. બીજી તરફ, એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, મોરિસ ક્રિશ્ચિયન પાસે કાયદાકીય ડિગ્રી ન હોવા છતાં છેલ્લા 25-30 વર્ષથી ગેરકાયદેસર રીતે વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે.