અમદાવાદ શહેર પોલીસ: ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે અમદાવાદમાં બળાત્કાર, હત્યા, હુમલો, લૂંટ, દારૂ પીને ડ્રાઇવિંગ, હિટ એન્ડ રન જેવા ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેર પોલીસ દાવો કરી રહી છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કાબુમાં છે અને ગુનાખોરીમાં ધરખમ ઘટાડો થયો છે. જેમાં અમદાવાદ શહેર પોલીસે વર્ષ 2023-24માં હત્યા, લૂંટ, હુમલા સહિતના 12 થી વધુ ગુનાઓની આંકડાકીય માહિતી જાહેર કરી છે.
અમદાવાદ શહેરના ગુનાના આંકડા જુઓ
ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિતના જિલ્લાઓમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો છે.